Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગીર સોમનાથ સમસ્ત હીન્દુ સમાજ દ્વારા છાછર ગામે હુમલાના વિરોધમાં આવેદન અપાયું

વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લાના હીન્દુ સમાજ દ્રારા કોડીનારના છાછર ગામે આર.એસ.એસના લોકો ઉપર હુમલો થયેલ હતો તેના વિરોધ માં આવેદન આપી ગુનેગારોને સજા મળે તે માટે માંગ કરેલ છે. વેરાવળ સરસ્વતી વિદ્યાલય ખાતેથી સમસ્ત હીન્દુ સમાજ ગીર સોમનાથ જીલ્લા દ્રારા આવેદન આપવા માટે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો જીલ્લા કલેકટર ઈણાજ ખાતે ગયેલ હતા આ આવેદનમાં જણાવેલ કે કોડીનાર તાલુકાના છાછર ગામે હીન્દુ લોકોને અવાર નવાર મુસ્લીમ પરીવારો હેરાન કરે છે આર.એસ.એસ અધિકારીઓ, કાર્યકરો રામજન્મ ભુમી ફાળો ભેગો કરી રહેલ ત્યારે લાકડાના ધોકા, લોખંડના પાઈપો, મોટા પથ્થરો વડે હુમલો કરેલ હતો આ હુમલામાં સંડોવાયેલ ૧૩થી વધારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરાયેલ છે તેમજ આવા બનાવો ન બને તે માટે પોલીસનો કાયમી બંદોબસ્ત રહે તે માટે માંગ કરાયેલ છે.

(1:09 pm IST)