Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટ જેલના વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને પડધરી પોલીસે ઝડપી લીધો

પડધરીના રમેશ મકવાણાને દબોચી લઇ જેલમાં ધકેલી દેવાયો

તસ્વીરમાં પકડાયેલ આરોપી સાથે પડધરી પોલીસનો કાફલો નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૩: રાજકોટ જેલમાં વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર થઇ ગયેલ આરોપીને પડધરી પોલીસે ઝડપી લીધો હતો.

જીલ્લાના ફરાર આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે પડધરીના પીએસઆઇ વી.એમ.લાગરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ વકારભાઇ આરબને મળેલ.

બાતમી આધારે પડધરીના પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ આરોપી રમેશ મેપાભાઇ મકવાણા રે. પડધરીને પડધરી મેઇન બજાર દરવાજા ખાતેથી દબોચી લઇ રાજકોટ જેલમાં ધકેલી દીધો હતો.

આ કાર્યવાહીમાં હેડ કો. ફીરોજભાઇ બ્લોચ, પો.સ. સંજયભાઇ બાંભવા, જીતેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ જાડેજા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(1:11 pm IST)