Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જામનગરમાં મતગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત : જીલ્લા તંત્ર- પોલીસ ટીમ સજ્જ

જામનગરઃ સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતદાન થયેલ હતું. જેમાં ૧૬ વોર્ડના ૨૩૬ ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેની મતગણતરી આજ  શહેરની ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ., એમ.બી.એ. કોલેજ ઇન્દિરા માર્ગ જામનગર ખાતે સવારે ૯ૅં૦૦ કલાકથી શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે. મતગણતરી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને  પોલિસતંત્ર સતત ખડે પગે છે. મતગણતરી કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે.

(1:13 pm IST)