Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જામનગરમાં એબીવીપી દ્વારા ધારાસભ્ય વિક્રમ માડમના નિવેદનનો વિરોધ વ્યકત કરાયોઃ બુદ્ઘિ યજ્ઞનું આયોજન

આગેવાનો - કાર્યકરોની ઉપસ્થિતિમાં હવનમાં આહુતી અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ધારાસભ્ય વિક્રમભાઇ માડમના વિવાદિત નિવેદન બાદ લવ જેહાદ અંગે થયેલી કથિત ટિપ્પણી અંગે ધારાસભ્ય વિક્રમભાઇ માડમ સામે વિરોધ વ્યકત કરવા માટે એબીવીપી દ્વારા બુદ્ઘિ યજ્ઞનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં એબીવીપી ગુજરાતના પ્રાંત મીડીયા સંયોજક સમર્થ ભટ્ટ, એબીવીપી ગુજરાત જિજ્ઞાસા સંયોજક આશિષ પાટીદાર, એબીવીપી જામનગર જિલ્લા સંયોજક કુશલ બોસમિયા અને એબીવીપી જામનગરના નગર મંત્રી સંજિત નાખવા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:14 pm IST)