Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

મોરબીમાં સિરામિક કંપની સીમ્પોલો ગ્રુપ દ્વારા રામ મંદિર નિર્માણ માટે ૧૧,૧૧,૧૧૧ અર્પણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : રામમંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ અભિયાન ચાલી રહ્યું હોય જે અંતર્ગત મોરબીના અગ્રણી સિરામિક ગ્રુપ સીમ્પોલો ગ્રુપ દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂ ૧૧,૧૧,૧૧૧ અર્પણ કર્યા હતા.

મોરબી સિમ્પોલો ગ્રૂપ દ્વારા શ્રી રામ મંદિર સમર્પણ નિધિ ખાતે રૂ. ૧૧,૧૧,૧૧૧ ની રકમ અર્પણ કરાઈ છે સિમ્પોલો ગ્રૂપના ચેરમેન જિતેન્દ્રભાઈ અઘારાના હસ્તે આ અનુદાન શ્રી રામના શ્રીજી ચરણમાં અર્પણ કરેલ છે.

આ પ્રસંગે સિમ્પોલો ખાતે ડો. લલિતભાઈ ભાલોડીયા- રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મોરબી જિલ્લા સંઘચાલક, જયંતિભાઈ ભાડેસીયા- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક, મહેશભાઇ બોપલિયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મોરબી જિલ્લાના કાર્યવાહક અને મહેન્દ્રભાઇ સાવસની, વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લાના કાર્યવાહક ઉપસ્થિત હતા. સિમ્પોલો ગ્રૂપના CMO ભરતભાઇ, ડાયરેકટર દિલેશકુમાર પટેલ અને જિગ્નેશભાઈ કાકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(1:18 pm IST)