Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

બગવદર અને મીયાણી મરીન પોલીસ દ્વારા ફલેગ માર્ચ

પોરબંદરઃ. આગામી સ્થાનિક સ્વરાજની જિલ્લા / તાલુકા પંચાયત ચૂંટણી ૨૦૨૧ અન્વયે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના રાહબરી નીચે રાણાવાવ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એમ.એન. દવે તથા કે.આઈ. મોદી પોલીસ ઈન્સ્પેકટર મીયાણી મરીન પોલીસ સ્ટેશન તથા એચ.સી. ગોહિલ ઈન્ચા. પોલીસ સબ ઈન્સ્પેકટર બગવદર પોલીસ સ્ટેશનનાઓ તથા બન્ને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તથા પેરોલ/ફર્લો સ્કવોડના સ્ટાફ તથા એસ.આર.પી. જવાનો સાથે બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના તથા મીયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ ગામોમાં જેવા કે બખરલા, વિંજરાણા, નાગકા, સોઢાણા, અડવાણા, ભેટકડી, શીશલી, ફટાણા, મોઢવાડા, વડાળા, વિસાવાડા, મીયાણી, ભાવપરા વિગેરે ગામોમાં ફલેગમાર્ચ તથા ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવેલ હતુ. ફલેગ માર્ચની તસ્વીર.

(1:19 pm IST)