Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

જુનાગઢ તાલુકા કોંગ્રેસમાં ગાંબડુઃ બગડું તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારનું ભાજપને સમર્થન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩ : જુનાગઢ તાલુકાના બગડું તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ધર્મિષ્ઠાબેન પરેશભાઇ ડોબરીયા દ્વારા ભાજપને સમર્થન આપેલ હતું. જેથી જુનાગઢ તાલુકા કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડેલ છે. મતદારો તો ભારતીય જનતા પાર્ટીને પુરેપુરૂ સમર્થન આપીને સાથે જ છે. પણ કોંગ્રેસના ઉમેદવારો પણ આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.

હજુ ગણતરીના દિવસો પહેલાજ જુનાગઢ જીલ્લાની જુનાગઢ તાલુકાની-૬ બીલખા જીલ્લા પંચાયત તેમજ તેની નીચે આવતી-૩ ભલગામ તાલુકા પંચાયત, વંથલી તાલુકાની-૩-ધંધુસર તાલુકા પંચાયત, માણાવદર તાલુકાની ૧૩-વાડાસડા તાલુકા પંચાયત તેમજ કેશોદ પાલીકા વોર્ડ નં.૩ના ઉમેદવાર બીન હરીફ થયેલ છે જેથી ચુંટણી પહેલાજ જીલ્લામાં કેસરીયું વાતાવરણ દેખાઇ રહ્યું છે. વધુમાં આજે જુનાગઢ તાલુકાની-૧ બગડું તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપતા આગામી દિવસોમાં તમામ જીલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત તેમજ કેશોદ પાલીકાની જે ચુંટણીઓ યોજાવાની છેતેમાં ભાજપનો જવલંત વિજય નિશ્ચિત પણે થશે તેમ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ભરતભાઇ ચારીયાની યાદીમાં  જણાવે છે.

(2:38 pm IST)