Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભાવનગરમા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૩૨ કેસો પૈકી માત્ર ૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૩૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૪ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાનાં સાથરા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩ અને તાલુકાઓમાં ૫ કેસ મળી કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૩૨ કેસ પૈકી હાલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:29 pm IST)