Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

મક્કા-મદિનાથી હજ-ઉમરાહની યાત્રાથી વિમાનમાં ભારત પરત આવતા યાત્રાળુઓને લગેજ મર્યાદામાં વધારો કરો

આરટીઆઈ વકફ સોશિયલ એકટીવિસ્‍ટ ઉમર દરાજ ચશ્‍માવાલાએ સવિસ્‍તાર લેખિત રજૂઆત કરી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૩:  પવિત્ર હજ અને ઉમરાહ યાત્રાથી ઈન્‍ડિગો એરલાઈન્‍સ કંપનીના વિમાનમાં જિદ્દા થી ભારત આવતા હાજી સાહેબોની લગેજ મર્યાદા ઝમ ઝમની સાથે ૩૦ કિલો છે જેને વધારી ઝમ ઝમ સિવાય ૩૦ કિલો વજન મર્યાદા કરવા ઉંમરદરાઝ ચશ્‍માવાલા દ્વારા ઈન્‍ડિગો એરલાઈન્‍સ ને લેખીત રજૂઆત કરવામાં આવી છે અને તેની નકલ સમગ્ર ભારતની તમામ હજ કમીટીના ચેરમેનને રવાના કરવામાં આવી છે.

સમગ્ર ભારત દેશથી આખા વર્ષ દરમિયાન લાખોની સંખ્‍યામાં મુસ્‍લિમ લોકો પવિત્ર હજ અને ઉમરાહ યાત્રા માટે જાય છે. અને મક્કાની પવિત્ર ધરતીથી ઝમ ઝમનું પાણી પ્રસાદ સ્‍વરુપે લોકો સમગ્ર વિશ્વમા લઈ જતા હોય છે અને આમ તો દરેક વિમાન કંપનીના પોતાના નીતિ નિયમ તેમજ ધારા ધોરણ હોય છે,  મોટા ભાગની વિમાની કંપનીઓ ૩૦ લગેજ ઉપરાંત ૫ કિલો ઝમ ઝમ ની છૂટ આપતા હોય છે. પરંતુ ઈન્‍ડિગો એરલાઈન્‍સમાં ૩૦ લગેજની વજન મર્યાદામાંજ ઝમ ઝમ પણ ગણવામાં આવે છે. જેના લીધે ઘણી તકલીફો પડે છે અને છેલ્લા અમુક સમયથી ઘણા લોકોએ આ કારણસર ઈન્‍ડિગોની ફલાઈટ મારફતે મુસાફરી કરવાનું બંધ અથવા ખુબ ઓછું કરી દીધેલ છે. જેથી પવિત્ર હજ અને ઉમરાહની યાત્રાએ જનાર લોકોને પુરે પૂરો ૩૦ લગેજ લાવવાની છૂટ આપવામાં આવે અને અન્‍ય કંપનીઓની જેમ ઝમ ઝમ ના પવિત્ર પાણીની ગણત્રી રેગ્‍યુલર ૩૦ લગેજમાં કરવામાં ન આવે તે માટે ઉમરદરાઝ ચશ્‍માવાલા દ્વારા ઈન્‍ડિગો એરલાઈન્‍સને પત્ર લખી રજૂઆત કરેલ છે.

ચશ્‍માવાલા દ્વારા અખબારી યાદીમાં એવુ પણ જણાવેલ છે કે જો આ બાબતે ઈન્‍ડિગો એરલાઈન્‍સ તરફથી વ્‍હેલીતકે કોઈ યોગ્‍ય અને સંતોષકારક વળતો જવાબ નહી મળે તો તેઓ ટુર ઓપરેટર લોકો સાથે સંપર્ક કરી આ અંગે ગાંધી ચિંધ્‍યા માર્ગે આગળ વધશે અને ભારત દેશના હાજીઓને બીજી એરલાઈન્‍સ કંપનીની જેમ ઈન્‍ડિગોમાં પણ ૩૦ કિલો વજન સિવાય ઝમ ઝમ લાવવા દેવામાં આવે તે માટે લડત લડવામાં આવશે.

(1:39 pm IST)