Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

મેંદરડા પોલીસે કાર્યકરોને ડરાવી ત્રણ દિ' બેસાડી રાખેલ જે કાગળો નહીં મળે તો કેઇસ કરાશે : ‘આપ' નેતાની ચિમકી

જુનાગઢ, તા. ર૩ : આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્‍મા પટેલ ગઇકાલે  મેંદરડા તાલુકા પોલીસ સ્‍ટેશન આવી પહોચીયા મેંદરડા તાલકા  AAP કિસાન સેલ ના પ્રમુખ શ્રી હરેશભાઇ અમીપરાની મેંદરડા તાલુકા પોલીસ દ્વારા પોલીસ ખેડૂત આંદોલનના સમર્થનમાં પોસ્‍ટ મૂકી એ બાબતે પૂછ પરછ કરવા અચાનક લઇ ગયા પછી છોડિયાં નહિ અને આજે  છોડિયાં  તો આટલા બધા દિવસ પોલીસ સ્‍ટેશન કયાં ગુના માં રાખીયા એ જવાબ લેવા આવેલા.

   આપ નેતા રેશ્‍મા પટેલે ભાજપ ને આડે હાથ લેતા કહ્યું કે આમ આદમી પાર્ટી થી ભાજપ ડરે છે અને તંત્ર નો દૂર ઉપયોગ કરી કાર્યકર્તા ને ડરાવાની કોસીસ કરે છે, વધુ રેશ્‍મા પટેલે જણાવ્‍યુ કે ઇંનંલીગલી ડિટેનશન કર્યું છે અને ભાજપ ના પ્રેસર આપી  કાર્યકર્તા ને ડરાવા ૩ દિવસ પોલીસ સ્‍ટેશન બેસાડી રાખીયા, મેંદરડા તાલુકા પોલીસ સ્‍ટેશન લીગલી ડિટેનશન ના કાગળ નહિ આપે તો  જવાબદાર અધિકારી સામે ઇનલિગલી ડિટેનશન નો કેસ ફાઈલ કરીશુ.

(1:40 pm IST)