Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

જુનાગઢમાં યુવાને પોતાની જાતે છરીના ઘા મારી આત્‍મહત્‍યા કરી

ગળાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્‍યુ થયું

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૩: દાતાર રોડ પાસે આવેલ કામદાર સોસાયટીમાં ચૂનાની ભઠ્ઠી પાસે રહેતા લાખાભાઈ નાનજીભાઈ સોલંકી ઉ. વ. ૩૦ નામના યુવાને ગઈકાલે પોતાની મેળે છરી વડે પોતાના ગળાના ભાગે જીવલેણ ઘા મારી દેતા તેનું ગંભીર ઇજા થવાથી મળત્‍યુ નીપજ્‍યું હતું.

આ અંગેની જાણ મળતક ના પિતા નાનજીભાઈ ગોવિંદભાઈએ કરતા એ ડિવિઝન પોલીસે દોડી જઈને યુવાનના મળતદેહને પોસ્‍ટમોટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ વાય. એન. સોલંકી ચલાવી રહ્યા છે.

અજાણ્‍યા ઇસમનું મોત

જુનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ૨૦ ફેબ્રુઆરીના રોજ ૧ અજાણ્‍યા ૫૦ વર્ષની વયનો પુરૂષને ૧૦૮ મારફત સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો. ૨૧ ફેબ્રુઆરીના રોજ આ ઈસમનું સારવાર દરમિયાન બિનવારસુ હાલતમાં મળત્‍યુ નીપજતા પોલીસે આગળને કાર્યવાહી હાથ ધરી હતી.

(1:48 pm IST)