Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

ડમ્‍પર પાર્ક કરવા બાબતે કલ્‍યાણપુરમાં વૃદ્વ ઉપર હુમલો

જામખંભાડિયા તા.૨૩ : કલ્‍યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતા ભુપતગીરી નારણગીરી ગોસાઇ નામના ૬૩ વર્ષના બાવાજી વૃદ્વએ તેમના ઘર પાસે ડમ્‍પર માર્ક કરવાની ના કહેતા આના અનુસંધાને ઉશ્‍કેરાયેલા ગાંધવી ગામના દેવેનગીરી ભગવાનગીરી રામદતી અને ધવલગીરી અરજણગીરી મેઘનાથી નામના બે શખ્‍સોએ તેમને લાકડી વડે તેમજ ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધવામાં આવ્‍યો છે.

દ્વારકામાં આઘેડ ઉપર પાઇપ વડે હુમલો

દ્વારકાના ટીવી સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતા અજુભા વીરાભા સુમણિયા નામના ૫૫ વર્ષના વાઘેર આઘેડએ શિવરાજપુર વિસ્‍તારમાં રહેતા સવભા કુંભાભા નાયાણીના ઘરે ખાળકુવાનો ખાડો કરેલ હોય, જે ખાડાના મંજૂરીના પૈસા બાકી હોવાથી ફયિાદી અજુભા પાસે માંગતા તેણે ઉશ્‍કેરાઇને અજુભાને બિભત્‍સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, લોખંડના પાઇપ વડે હુમલો કરતા અજુભા સુમણીયાને ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આટલું જ નહીં, આરોપી શખ્‍સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં આરોપી સાવાભા નાયાણી સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એકટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

(1:50 pm IST)