Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

વેરાવળથી માચ્‍છીમારી કરવા ગયેલી બોટમાં લવાયેલા હેરોઇનના જથ્‍થા સાથે આરોપીઓ અને અધિકારીઓ

રાજકોટઃ ૧પ થી ર૦ દિવસ પહેલા વેરાવળથી માચ્‍છીમારી કરવા ગયેલી બોટ ગઇકાલે સાંજે કે રાત્રે વેરાવળ બંદરે લાંગરવામાં આવ્‍યા બાદ તેમાં લવાયેલા હેરોઇનના જથ્‍થા પૈકીનો અડધો જથ્‍થો રાજકોટ પાસીંગની મારૂતી કારમાં મુકવામાં આવ્‍યો ત્‍યારે જ જીલ્લા પોલીસ વડા શ્રી જાડેજાની બાતમીના આધારે એસઓજી અને એલસીબીનો કાફલો ત્રાટકયો હતો અને કાર અને બોટમાં મળી પ૦ કિલો હેરોઇન ઝડપી લેવાયો હતો. તસ્‍વીરમાં ઝડપાયેલા મુખ્‍ય આરોપી ટંડેલ ધરમેન બુધ્‍ધિલાલ કશ્‍યપ (ઉ.વ.૩૦) (રહે. મહમદપુર નરવાલ, જી. કાનપુર, યુપી), આશીફ ઉર્ફે કારા જુસબભાઇ સમા (ઉવ.ર૪) (રહે. બેડેશ્વર હાઉસીંગ બોર્ડ, જામનગર)અને અરબાજ અનવર પમા  (ઉ.વ.ર૩) (રહે. ગુલાબનગર, ગોષીયા મસ્‍જીદ પાસે, જામનગર) સાથે સફળ કામગીરી કરનાર એલસીબી પીઆઇ એમ.એન.રાણા, એસઓજીના ઇન્‍ચાર્જ એ.બી.જાડેજા, પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.એન.ગઢવી, પીએસઆઇ વી.કે.ઝાલા, એફએસએલના ભાવીન સોનારા અને વાય.ડી.કાતરીયા સહીતનો સ્‍ટાફ નજરે પડે છે.

(4:30 pm IST)