Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જ્ઞાન અને પુણ્‍ય હશે ત્‍યાં સ્‍વર્ગ અને સુખ મળશેઃ પૂ.રમેશભાઇ ઓઝા

રીબડામાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહમાં મહિપતસિંહ જાડેજાની રકતતુલાઃ શંકરસિંહ વાઘેલા, આઇ.કે.જાડેજા, અરવિંદ રૈયાણી, દેવાભાઇ માલમ, હકુભા જાડેજા, જેન્‍તિરામબાપા સહિતનાની ઉપસ્‍થિતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: રીબડા ખાતે શ્રી મહારાજ બજરંગ બલી ટ્રસ્‍ટ માજી ધારાસભ્‍ય મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજા પરિવાર દ્વારા પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવતકથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.
જેમાં રાજેન્‍દ્રસિંહ જાડેજા, અનીરૂધ્‍ધસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા પરિવાર દ્વારા એક સાથે ૩૦ હજારથી વધુ લોકો એક સાથે કથા શ્રવણ કરી શકે અને ગરમીનો અહેસાસ પણ ન થાય તે માટે વિશાળ કુલરો તથા પંખાઓ ગોઠવવામાં આવ્‍યા છે તેમ જ આવનાર પ્રત્‍યેક ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરેલ છે.
ગઇકાલે જુનાગઢ ‘અકિલા' બ્‍યુરોના ચીફ વિનુભાઇ જોષી અને પ્રેસ ફોટોગ્રાફર મુકેશ વાઘેલાની ટીમે કથા શ્રવણ કરી અને વ્‍યવસ્‍થાઓ નિહાળી હતી. ગઇકાલે કથા શ્રવણ માટે ગોંડલના રાજવી તેમજ રાજયના પુર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા પશુપાલનમંત્રી દેવાભાઇ માલમ પૂર્વ કેબીનેટ મંત્રી આઇ કે જાડેજા મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી જામનગરના ધારાસભ્‍ય હકુભા જાડેજા સાસંદ રમેશભાઇ ધડુક પોરબંદરના ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા રાજકોટના પુર્વ મેયર ધનસુખ ભંડેરી લોધીકા સંઘના પ્રમુખ અને ‘અકિલા'ના સીનીયર રીપોર્ટર નરેન્‍દ્રસિંહ જાડેજા ઉદ્યોગપતી મધુભાઇ દૌગા રાજભા જાડેજા,આર પી. જાડેજા રાજકોટ સ્‍ટેન્‍ડીંગ કમીટીનાં માજી ચેરમેન રાજભા ઝાલા
રાજકોટ મહિલા ભાજપના પ્રમુખ સીમાબેન જોષી, પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા તેમજ રાજકોટના ડીવાયએસપી રાજેન્‍દ્રસિંહ જાડેજા, ડી.વી. બસીયા, પીઆઇ વિશ્વરાજસિંહ જાડેજા તેમજ જુનાગઢના ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, લોકગાયક ઓસ્‍માણ મીર તથા લોકસાહિત્‍યકાર દેવરાજભાઇ ગઢવી (ઉપલેટા) મયુર દવે, દિપક જોષી સહિતના કલાકારો ઉપરાંત સાધુ સંતોમાં ધુનડા સતપુરાણધામ આશ્રમના સંત પુજેન્‍તિ રામબાપા, મેંદરડાના ભકિતપ્રકાશ સ્‍વામી, ચંદુબાપુ (મહંતશ્રી મામાદેવ સ્‍થાનક ગોંડલ) તેમજ અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.
કથા દરમ્‍યાન આયોજક મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાની રક્‍ત તુલા કરવામાં આવી હતી. પુ.ભાઇશ્રીએ જણાવ્‍યું કે તમે હરોફરો કામનો આહાર નિંદ્રા છે અને ભય પ્રાણીમાં છે ધર્મમાં નથી. ધર્મ તો માણસમાં છે. મનુષ્‍યમાં ધર્મ છે એટલે જ માનવને માનવ બનાવે છે. ધર્મના ચીલે ચાલવુ ધર્મ તમને સુખી કરશે. શરીરપંચ મહાભુત તો છે જ  પણ શરીર પાંચ કોશનું છે. પાંચ કોષમાં આનંદ ક્રોધ માત્ર માણસમાં છે અને માણસનું શરીર સોૈથી શ્રેષ્‍ઠ છે તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે, અને નર્કથી બચવા માટે પાપથી દૂર રહો સ્‍વર્ગ માટે પુણ્‍ય વેદાંત કહે છે. પાપથી દૂર રહો જ્ઞાન અને પુણ્‍ય હશે તોજ સ્‍વર્ગ સુખ મળે છે. ભગવાન પેદા નથી થતા ભગવાન પ્રગટ થાય છે. ભકતોને માટે ભગવાન કહે છે કે જે મારો થઇ જાય હું એનો થઇ જાવ છું.ᅠᅠ
કથા દરમ્‍યાન આવનાર દરેક મહાનુભાવો અને ભાવિકોને કોઇ પ્રકારની મુશ્‍કેલી ન પડે તે માટે જાડેજા પરિવારના રાજેન્‍દ્રસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ (સતુભા) જાડેજા સતત ખડે પગે લોકોને આવકારતા હતા અને સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ. ગઇકાલે કથાશ્રવણ માટે મહાનુભાવો અને ભાવિકો ઉમટી પડયા હતા. આજે કથાના ચોથા દિવસે શ્રીકૃષ્‍ણ જન્‍મની ઉજવણી કરવામાં આવશે અને રાત્રે સંતવાણી, લોકડાયામાં બ્રિજરાજદાન ગઢવી, માયાભાઇ આહિર, સાંઇરામ દવે, નારાયણભાઇ ઠાકર, ઓસમાણ મીર, ભગવતીબેન ગોસ્‍વામી હર્ષ પીપળીયા (રીબડા) સહિતના કલાકારો પોતાની કથારસ પિરસશે.
ઉપરોકત તસવીરમાં કથાની તસ્‍વીરી ઝલક જોઇ શકાય છે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા જુનાગઢ)

 

(10:49 am IST)