Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

માળિયા હાટિનાના દલિત સમાજના યુવાનો દ્વારા મામલતદારને આવેદન

માળિયા હાટીના : જૂનાગઢના દલિત સમાજના યુવા આગેવાન મિત સોંદરવા ઉપર જૂનાગઢ સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં દુષ્‍કર્મ અને ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં મારામારી અને અપહરણ તથા પોતાના ડ્રાઇવરના ભાઇ અબફલ સીડા એ પૈસાની લેતીદેતી બાબત મિત સોંદરવા પર પોલીસ ફરિયાદ નોંધી છે. જે અંગે માળિયા હાટિનાના દલિત સમાજના યુવાનો મહેશભાઇ કાથડ, ભરતભાઇ સોંદરવા, અજયભાઇ સોંદરવા, ધવલભાઇ સોંદરવા, રમેશભાઇ મકવાણા, તાલાલા ખાતે હરીભાઇ સોંદરવા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તટસ્‍થ તપાસ કરી ફરિયાદ રદ કરવા માંગણી કરી હતી

(10:57 am IST)