Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જુનાગઢમાં અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે નવી છાત્રાલય બનાવવા સૌરાષ્‍ટ્ર દલિત સંગઠન દ્વારા રજુઆત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩ : સૌરાષ્‍ટ્ર દલિત સંગઠનના સંયોજક વિજય પરમારે નાયબ નિયામકને (અનુ.જાતિ)ને અનુજાતિના વિદ્યાર્થીઓ માટે નવી છાત્રાલય બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે.

રાજય સરકારના સમાજકલ્‍યાણ વિભાગ દ્વારા અનુ.જાતિના વિદ્યાર્થીઓ કન્‍યા-કુમાર માટે સરકારી છાત્રાલયો ચલાવામાં આવે છ.ે પરંતુ તેમાં મર્યાદિત સંખ્‍યામાં જ એડમીશન આપવામાં આવે છે. તેથી બાકી રહેતા તમામ વિદ્યાર્થીને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી સારૂ શિક્ષણ મેળવી શકે તે હેતુથી નવી કુમાર અને કન્‍યા છાત્રાલય બનાવવા માંગણી કરી છ.ે

હાલ જુનાગઢ શહેર શિક્ષણનું હબ બની રહ્યું છે. જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી એમ ચારેય જિલ્લાના વિસ્‍તારમાંથી અનુ.જાતિના અંદાજે ૪૦૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ જુનાગમાં આવે છે.

પરંતુ સરકારી છાત્રાલયમાં છોકરીઓ માટે માત્ર ર૩૦ વિદ્યાર્થીનીઓ તથા છોકરાઓની બે છાત્રાલયો મળીને કુલ ૧૬૦ વિદ્યાર્થીઓની માન્‍ય સંખ્‍યા છે જેથી બાકી રહેતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી.

આ વિદ્યાર્થીઓ મોટે ભાગે ગ્રામ્‍ય વિસ્‍તાર, તાલુકા વિસ્‍તાર, ખેતમજુરી, કડિયામજુરી છુટક મજુરી કરીને જીવનનિર્વાહ કરતા હોવાથી પ્રાઇવેટ હોસ્‍ટેલમાં તોતીંગ ફી ખર્ચ ભોગવી શકે તેવી આર્થિક સ્‍થિતિ હોતી નથી. જેથી યોગ્‍ય શિક્ષણથી વંચિત રહે છે. જેની અનુ.જાતિના કુમારની પ૦૦ ની ક્ષમતા તથા કન્‍યાઓની પ૦૦ ની ક્ષમતા ધરાવતી નવી છાત્રાલયો બનાવવા અંગેની રજુઆત કરી છ.ે જો આ અંગે બેદરકારી ભર્યુ વલણ રહેશે તો કાનુની રાહે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ અપાઇ  છે.

(11:11 am IST)