Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ભાવનગરમાં માતા-પુત્રીની હત્‍યા કરનાર અમદાવાદમાંથી ઝડપાયો

ભાવનગર,તા.૨૩ : ગઇ તા.૩૧/૦૩/૨૦૨૨નાં રોજ અનવરઅલી પ્‍યારઅલી વઢળીયા/ખોજા ઉ.વ.૫૫ રહે.રહેમત મંઝીલ, સવાઈગર ની શેરી, પીપળાવાળો ખાંચો, ભાવનગરવાળાનાં મકાનનાં રીનોવેશનનું કામ ચાલુ હોય. જે અંગેનો સામાન ઉપાડી લેવા બાબતે પાડોશી કરીમ શેરઅલી રાસ્‍યાણી સાથે માથાકુટ થતાં આજુ-બાજુનાં પાડોશીઓએ છોડાવેલ.ત્‍યાર પછી ફરીથી કરીમ શેરઅલી રાસ્‍યાણી પીસ્‍ટલ જેવાં હથિયાર સાથે ગાળો બોલતો આવેલ.તેણે ફરિયાદીનાં દિકરી ફરિયાલ ઉપર બે રાઉન્‍ડ ફાયર કરતાં માથાનાં ભાગે ગોળીઓ વાગતાં નીચે પડી ગયેલ.  ફરિયાદીનાં પત્‍નિ ફરીદા ઉપર એક રાઉન્‍ડ ફાયર કરતાં આંખનાં ભાગે ઇજા થતાં તેઓ પણ નીચે પડી ગયેલ.  કરીમ રાસ્‍યાણી ફાયરીંગ કરી નાસી ગયેલ. જે અંગે ફરિયાદીશ્રીએ ગંગાજળીયા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ.આ બંને ઇજા પામનાર સારવાર દરમ્‍યાન મરણ જતાં ગુન્‍હો બેવડી હત્‍યામાં પરીણમ્‍યો હતો.

આ અંગે  એસ.બી.ભરવાડ પોલીસ ઇન્‍સ., એલ.સી.બી., ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે,  બેવડી હત્‍યાનાં ગુન્‍હામાં છેલ્લાં ઘણાં સમયથી ભાગતાં-ફરતાં આરોપી કરીમ ઉર્ફે પીન્‍ટુ શેરઅલી રાસ્‍યાણી રહે.સવાઇગરની શેરી, ભાવનગર વાળો હાલ અમદાવાદ, ગીતા મંદિર વિસ્‍તારમાં રહે છે.જે બાતમી આધારે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્‍સ., એલ.સી.બી., ભાવનગર નાંઓએ એલ.સી.બી. સ્‍ટાફનાં માણસોને  અમદાવાદ ખાતે   ગીતા મંદિર બસ સ્‍ટેન્‍ડ ખાતે તપાસ કરતાં આરોપી મળી આવેલ.જેથી તેને હસ્‍તગત કરી  ગંગાજળીયા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.  વધુ તપાસ સી ડિવિઝન પી.આઈ. ડી.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

(11:38 am IST)