Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજુલાના વેપારીઓ ડોક્‍ટર-શિક્ષક સહિતના સાત લોકો દારૂની મહેફિલ માણતા હોલમાં ઝડપાયા

રાજુલા, તા.૨૩: પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરીએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. ડી.વી.પ્રસાદની સુચના નીચે રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડના UHC બી.એમ.વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્‍ટાફે પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલા ટાઉન ભેરાઇ રોડ ઉપર આવેલ ‘માધવ પાર્ક હોટેલ'માં  વિદેશી દારૂની મહેફિલ માણતા હોટલ માલીક,ડોકટર તથા વેપારીઓ સહિત સાત ઇસમોને વિદેશી દારૂની અધુરી બોટલ-૦૨ તથા ખાલી બોટલ-૦૨ તથા એક કિન્‍લી પાણીની બોટલ તથા Kinley સોડાની પ્‍લાસ્‍ટીકની ખાલી બોટલ-૦૧ તથા કાચના ગ્‍લાસ-૦૬ તથા મગદાળ, મસાલા સીંગ, ફરાળી ચેવડો, શીંગ ભજીયા તથા ગોપાલના મસાલા કપ ભરેલ, તુટેલ રેપર મળી કુલ રૂ.૨૦૦/- ના મુદ્દામાલ સાથે મહેફીલ માણતા આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં (૧)દક્ષેશભાઇ દેવશીભાઇ કલસરીયા, ઉ.વ.૪૨, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, હોટલ માધવ પાર્કની પાછળ (૨) વિજયભાઇ પ્રકાશભાઇ જેસીંગાણી ઉ.વ.૨૨, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, હોટલ માધવ પાર્કની પાછળ (૩) આકાશભાઇ કનુભાઇ વિંજવા, ઉ.વ.૨૯, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, સ્‍વામીનારાયણ મંદિર વાળી શેરી, (૪) શૈલેષભાઇ સુર્યકાંત સેજપાલ, ઉ.વ.૪૯, ધંધો.વેપાર રહે.રાજુલા, ધારનાથ સોસાયટી, (૫) નરેશભાઇ ચેતનભાઇ જુરાણી, ઉ.વ.૪૨, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, હોટલ માધવ પાર્કની પાછળ (૬) મનુભાઇ અરશીભાઇ બાંભણીયા ઉ.વ.૩૧, ધંધો.શિક્ષક રહે.શોખડા તા.ઉના  (૭) તુષારભાઇ અરવિંદભાઇ કનાળા, ઉ.વ.૨૮ ધંધો.ડોક્‍ટર રહે.લાઠી,કલાપી પાર્કનો સમાવેશ થતો હોઇ ચકચાર મચી છે. જયારે (૧)વિનયભાઇ મનુભાઇ પરમાર રહે. ઉના નાસી છૂટેલ છે.

(11:55 am IST)