Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કંડલામાં ભારત પેટ્રોલિયમની ડીઝલ લાઈનમાં ભંગાણ

લીકેજથી હજારેક લીટર ડીઝલ ઢોળાયું: હાઈ સ્‍પીડ ડીઝલ હોઈ હોનારતના ભય વચ્‍ચે ચિંતા સાથે ચર્ચા, ઓઈલ ચોરીનો પ્રયાસ? પોલીસે શરૂ કરી તપાસ

ભુજ, તા.૨૩: કંડલા પોર્ટની જેટી ને.૪ થી અઢી કિલોમીટર દૂર આવેલ ભારત પેટ્રોલિયમ ની હાઈસ્‍પીડ ડીઝલની લાઈન તૂટી જતાં લોકોમાં ચિંતા વ્‍યાપી ગઈ હતી. હાઈ સ્‍પીડ ડીઝલ હોઈ તેને સળગવા માટે માત્ર એક જ ચિનગારી કાફી હતી. જોકે, ડીઝલ લાઈન લીકેજ વિશે જાણ થયા બાદ તરત જ ઓઈલ કંપની અને તંત્ર એલર્ટ થઈ ગયા હતા અને ઘટના સ્‍થળે ફાયર ફાઈટર તેમ જ એમ્‍બ્‍યુલન્‍સ સહિત અન્‍ય ટીમો ધસી ગઇ હતી. અંદાજિત હજારેક લીટર ડીઝલ વહી ગયાનો અંદાજ છે. જોકે, ડીઝલ લાઈન લીકેજ માટે ચોરીનો પ્રયાસ હોવાની ચર્ચા છે. ઓઈલ ચોરો લાઈનમાં ભંગાણ પાડીને મોટે પાયે ચોરી કરે છે. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)