Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કચ્‍છના સામખિયાળી ગામે છરીના ૩૫ ઘા ઝીંકી મિત્રને પતાવી દીધો

દોસ્‍ત દોસ્‍ત ના રહાઃ પત્‍નિ સાથે આડા સબંધ હોવાની શંકાને કારણે મિત્રની ઘાતકી હત્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: અનૈતિક સંબંધોની શંકાના આધારે કચ્‍છના સામખિયાળી ગામે મિત્રને હાથે મિત્રની ઘાતકી હત્‍યા કરાઈ હતી. આ અંગે મૃતકના ભાઈ પિયુષ નરશી કોળીએ આરોપી અજય રામશી કોળી સામે પોલીસ ફરિયાદ કરી છે. પોતાના ૨૨ વર્ષીય ભાઈની આરોપી અજયે ૩૫ જેટલા છરીના ઘા મારી ઘાતકી હત્‍યા નીપજાવી હતી. મૃતક અને આરોપી બન્ને મિત્રો હતા. પણ, આરોપી અજયને શક હતો કે પોતાની પત્‍ની અને મિત્ર વચ્‍ચે આડા સબંધો છે. એટલે આ કૃત્‍યને અંજામ આપ્‍યો હતો. રેલ્‍વે પુલ નજીક કરાયેલ આ હત્‍યા અંગે રેલ્‍વે પીએસઆઈ શ્રી પઠાણે વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)