Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પોરબંદરમાં વાહન ચેકીંગ

પોરબંદરઃ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓની સુચના મુજબ આજરોજ વાહન ચેકીંગની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. જેમાં નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર/ગ્રામ્‍ય નાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાના તમામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના મુખ્‍ય માર્ગ તથા નાકા પોઇન્‍ટ ઉપર પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવેલ.  તેમજ વાહન ચેકીંગ દરમ્‍યાન ગેરકાયદે કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.(વાહન ચેકીંગની તસ્‍વીર)

 

(12:00 pm IST)