Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગરમાં ૮૦૦ લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા

જામનગર : જામનગર સાધના કોલોની પહેલો ગેઇટ બ્‍લોક નં. એમ.પ૧ રૂમ નં.૩૮૬પમાં રહેતો હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઇ ચાવડા તથા તેનો ભાઇ બીપીન સોમાભાઇ ચાવડા પોતાના મકાનની બાજુમાં બ્‍લોક નં. એમ.પ૯ રૂમ નં.૩૯૬રમાં દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરે છે તેવી હકિકતના આધારે રેઇડ કરતા એક ઇસમ પોલીસને જોઇ નાશી ગયેલ અને બે ઇસમો પકડાઇ ગયેલ જેમાં નંબર (૧) હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઇ ચાવડા રહે.સાધના કોલોની પહેલા ગેઇટની અંદર દેવ પાનની આગળ બ્‍લોક નં. એમ.પ૧ રૂમ નં.૩૮૬પ નંબર (ર) રોહિત દિનેશભાઇ ત્રિવેદી રહે. સાધના કોલોની પહેલા ગેઇટની અંદર દેવ પાનની આગળ બ્‍લોક નં. એમ.પ૯ રૂમ નં.૩૯૬ર પકડાઇ ગયેલ અને મજકુરના મકાનની ઝડતી કરતા સફેદ કલરના સુપરના ૧૦ બાચકા મળી આવેલ જેમાં દરેક બાચકામા ૧૦ ૧૦ દેશી દારૂ ભરેલ બુંગીયા હોય અને દરેક બુંગીયાના પ-પ લીટર દેશી દારૂ મળી કુલ લિ. પ૦૦  કિ. રૂા.૧૦,૦૦૦ તથા મકાનની બહાર એક મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા કાર રજી.નં.જી.જે.૧૦. ડી.ઇ. રર૭૮ વાળીમાં સફેદ કલરના સુપરના ૬ બાચકા મળી આવેલ જેમાં દરેક બાચકામાં ૧૦-૧૦ દેશી દારૂ ભરેલ બુંગીયા હોય જે અને દરેક બુંગીયામાં પ-પ લીટર દેશી દારૂ મળી કુલ લિ. ૩૦૦ કિ.રૂા.૬૦૦૦ તથા બ્રેઝા કાર રજી.નં. જી.જે.૧૦.ડી.ઇ. રર૭૮ની કિ. રૂા.પ,૦૦,૦૦૦ મળી કુલ રૂા.પ,૧૬,૦૦૦ ના મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્‍જે કરેલ છે. દેશી દારૂની રેડ વખતે નાશી જનાર બીપીન સોમાભાઇ ચાવડા તથા સદર દેશી દારૂ મોકલનાર લાલાભાઇ રબારી રહે. ભાણવડ વાળાને શોધવા તજવીજ ચાલુ છે.

 આ કામગીરી પો.ઇન્‍સ. એમ.જે. જલુ પો.સબ. ઇન્‍સ. એમ.વી. મોઢવાડીયા પો.હેડ કોન્‍સ. યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા દેવાયતભાઇ રામભાઇ કાંબરીયા તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો. કોન્‍સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા મેહુલભાઇ કાંતીલાલ વિસાણી તથા રવીરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:00 pm IST)