Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ટંકારા નજીક બાપા સીતારામ શાંતિ આશ્રમે બિલાડી અને શ્વાન વચ્‍ચે ગજબની દોસ્‍તી

એકબીજાની વચ્‍ચે મજાક મસ્‍તીની સાથે ભોજન પણ આરોગે છે

 ટંકારા,તા.૨૩ : એકબીજાના દુશ્‍મન શ્વાન અને બિલાડી ટંકારામાં એકસાથે જોવા મળ્‍યા છે. મિત્રતાનો આ અદ્ભુત નજારો જોઈને લોકો પણ કુતુહલ પામ્‍યા છે. ટંકારાના ભાગોળે આવેલા બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે કાયમ શત્રુ ભાવ રાખનાર બિલાડી અને કુતરા ભેરૂડા બની મજાકમસ્‍તી, રમતગમત સાથે નિર્લિપ્ત ભાવે ભોજન આરોગીને લોકોને મિત્રતાની અદ્ભૂત ઝાંખી કરાવેલ છે. ઉલ્લેખનીય છે કે આશ્રમમાં બિરાજમાન ભગવાન શ્રીરામના પરમભક્‍ત પ્રાયヘતિ હનુમાનજી તેમજ માતા સીતા અને પિતા શ્રીરામના અનન્‍ય ભક્‍ત એવા બાપાના આ સ્‍થાન પર પશુઓ વિહરે છે, પંખીઓ વળક્ષો ઉપર કિકિયારી કરે છે. વધુમાં, આશ્રમમાં માટેલ કે દ્વારકા જતા પગપાળા સંધ માટે આશ્રય અને વટેમાર્ગુ માટે ઠંડા પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ સ્‍વ. લાલદાસબાપુની આ સાધના ભુમીમાં હાલે પ્રાણજીવનદાસ બાપુ સેવા-પુજા અને વ્‍યવસ્‍થા કરે છે.  (જયેશ ભટાસણા, ટંકારા.) 

(1:01 pm IST)