Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

નવલખી બંદરેથી ટ્રકમાં ૩.૧૫ લાખનો કોલસો ભરી બે શખ્‍સો છનન

ટ્રક ડ્રાઇવર જયપ્રકાશ અને રાજ પટેલ સામે પોલીસમાં ફરિયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : માળીયા મિંયાણાના નવલખી બંદરે ૨ ઈસમોએ ટ્રકમાં લાખોનો કોલસો ભરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ અંગે ફરિયાદી અનીલભાઇ વશરામભાઇ સવાણીએ ટ્રકના ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ અને રાજ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે, આરોપીઓ ટ્રક નંબર જીજે-૦૨-એકસએકસ-૩૦૨૩વાળીનો આઉટ ગેટપાસ હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે આઉટ ગેટ પાસ જમા કરાવેલ આઉટ ગેટપાસ મેળવીને ટ્રક નં-GJ-36-T-૫૧૯૧ વાળીમા કોલસો ભરી લઇ જવા માટે અગાઉ થી ગુનાહીત કાવતરુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી આઉટ ગેટપાસ પોતાના હવાલાવાળી ટ્રક નં-GJ-36-T-૫૧૯૧માટે ખોટો હોવાનુ જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી ટ્રકમા કોલસો આશરે ૩૫ ટન કિ.રૂ.૩,૧૫,૦૦૦નો ભરીને ટ્રક નં-GJ-36-T-૫૧૯૧ છળકપટ પુર્વક મેળવી છેતરપીંડી કરી છે.

માળીયા પોલીસે આ મામલે આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૭૧, ૪૨૦, ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 pm IST)