Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મહિલા ફૂટબોલ

જામનગર : ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્‍કૃતિક વિભાગ અને સપોર્ટસ ઓથો. ઓફ ગુજરાત આયોજીત જામનગર રમત ગમત કચેરી સંચાલિત ઓપન વય જુથની બહેનોની ફુટબોલ સ્‍પર્ધા કનકેશ્વરી સ્‍પોર્ટસ એકેડેમીના મેદાનમાં યોજાયેલ જેના પુર્ણાહુતિ પ્રસંગે જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ઉપસ્‍થિત રહી ફાઇનલ મેચનો પ્રારંભ કરાવેલ. આ સમયે રમત ગમત અધિકારી ભગીરથસિંહ જાડેજા, સ્‍પોર્ટસ ઓથો.ના નોડલ ઓફિસર હેમાંગીની ગોર, કનકેશ્વરી સ્‍પોર્ટસ એકેડેમીના પ્રિન્‍સીપાલ હેમેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍પોર્ટસ ડાયરેકટર રવિરાજસિંહ જાડેજા, ન.પ્રા. શિક્ષ. સ.શાળા નં.ર૦ના આચાર્ય અમિતભાઇ સોની, સ્‍પોર્ટસ ઓથો.ના કોચ રેફરીઓ ઉપસ્‍થિત રહયા હતા. ફાઇનલ મેચમાં રસાકસીના અંતે ભાવનગર શહેર  પ્રથમ  તથા રાજકોટ શહેર દ્વિતીય વિજેતા થયા હતા. વિજેતા ટીમો આગામી રાજયકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવા જશે. ૬ દિવસની આ સ્‍પર્ધાને સફળ બનાવવા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ કચેરીના  શકિતસિંહ જાડેજા, સહદેવભાઇ ડાભી, શુકલભાઇ, સ્‍પોર્ટસ ઓથો.ના  કોચ રેફરી સહિતના કર્મચારીઓ પ્રયત્‍નશીલ રહયા હતા. (તસ્‍વીર : વિશ્વાસ ઠકકર)

(1:03 pm IST)