Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

બગસરામાં પ હજારના દારૂ સાથે ઝડપાયો

અમરેલીઃ ભાવનગર રેન્‍જ આઇજી. અશોક કુમારે ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી. જુગારનાં કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહે દારૂની બદી દૂર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇમસો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેઇડ કરવા સુચન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બીના અન્‍ચાર્જ પો.ઇન્‍સ. આર.કે.કરમટાની રાહબરી નીચે, અમરેલી એલ.સી.બી. ટીમે બાતમી હકીકત આધારે નિલેશભાઇ નંદલાલભાઇ તન્ના, ઉ.વ.૪૭(રહે. બગસરા, જામકા રોડ, મઢ પાસે)થી વિદેશી દારૂની બોટલ નંગ-૭ કિ. રૂ.૨,૬૨૫/- તથા દારૂની કુલ ૧૮૦ એમએલની બોટલ નંગ ૩૪ કિ. રૂા.૨૩૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.૫૦૦૦/- તથા રોકડા રૂ.૨૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦૫૦૫/-નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

(1:07 pm IST)