Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગરમાં વેવાઇની ધમકીથી ડરી જઇ વેવાણે ટ્રેન નીચે સૂઇ જઇ જીંદગી ટૂંકાવી નાખી

પુત્રના લગ્નને હજુ અઢી મહિના થયા છેઃ સસરાએ કહ્યું કે તારો પુત્ર ઘરમાંથી બહાર નહી નિકળી શકે

જામનગર, તા.૨૩: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિનોદભાઈ કાનજીભાઈ પાટડીયા, ઉ.વ.૪પ, રે. ગોકુલનગર, પાણખાણ, શીવનગર શેરી નં.૧૦, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના દિકરા સતીષના અઢી મહિના પહેલા લગ્ન થયેલ હોય અને પુત્રવધુને ગઈ તા.૧૩-પ-ર૦રરના રોજ પીયરવાળા તેડી ગયેલ હોય અને તા.૧૮-પ-ર૦રરના રોજ આરોપી રામજીભાઈ બચુભાઈ સોલંકી એ ફરીયાદી વિનોદભાઈને ફોન કરીને ફોનમાં ભુંડી ગાળો બોલી તારો દિકરો ઘર માંથી બહાર નીકળી નહીં શકે તેમ મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતે ફરીયાદી વિનોદભાઈની પત્‍ની રંજનબેનને અવાર-નવાર વિચાર આવતા બીક લાગતા ટ્રેનના પાટા પર સુઈ જતા બંન્‍ને પગ કપાઈ જતા મરણ ગયેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં દિપેનભાઈ પ્રવિણચંદ્ર ચુડાસમા, ઉ.વ.૩૦, રે. સુપર માર્કેટ બેડી ગેઈટ, વાણંદ શેરીવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના પિતા રોડ પર ચાલીને જતા હોય ત્‍યારે લીમડા લાઈનમાં પેરેડાઈઝ હેર સલુન સામે પહોંચતા એક અજાણ્‍યા મોટરસાયકલ ચાલકે પુર ઝડપે અને મોટરસાયકલ ચલાવી ભટકાડી પછાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેનું સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નિપજલ છે.

હૃદયરોગની બિમાર સબબ વૃઘ્‍ધનું મોત

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા પરેશભાઈ ડાયાભાઈ બગડા, ઉ.વ.૩૪ એ જાહેર કરેલ છે કે, ડાયાભાઈ ભોજાભાઈ બગડા, ઉ.વ.૬૦, રે. વણકરવાસ, ચોરાવાળુ ફળીયું, મોટીગોપ ગામવાળા પોતાના ઘરે સુતા હોય ત્‍યારે એકાએક હૃદયરોગનો હુમલો આવતા હાર્ટએટેક કારણે મૃત્‍યુ પામેલ છે.

ગુલાબનગર શાકમાર્કેટ પાસે જુગાર રમતા છ ઝડપાયા

સીટી બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર શાકમાર્કેટ વાળી ગલી પાસે ફુલીયા હનુમાન પાછળ આરોપીઓ સુભાષગીરી જયંતગીરી ગોસ્‍વામી, કીતીકુમાર દિલીપભાઈ રાજપાલ, ગોપાલભાઈ વિરમભાઈ ચુડાસમા, શશીકાંત નારણભાઈ માંડવીયા, ગગુભાઈ માનસુરભાઈ છૈયા, સંજયભાઈ બાબુભાઈ મકવાણાને ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રૂ.પ૦,૪૦૦/- તથા મોબાઈલ નંગ-૪, કિંમત રૂ.ર૦,૦૦૦/- તથા મોટરસાયકલ નંગ-ર, કિંમત રૂ.,૭૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૪૦,૪૦૦/-સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્‍લીશ દારૂ સાથે બે ઝડપાયા

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ધ્રોલ માર્કેટીંગ યાર્ડની સામે આરોપી પ્રકાશભાઈ દેસીંગભાઈ રાઠવા, રે. છોટાઉદેપુરવાળા દારૂની ટીન નંગ-૧, કિંમત રૂ.૧૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાંકોન્‍સ. રવિરાજસિંહ દાજીભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખીજડીયા ગામના પાટીયા પાસે, જામનગર-રાજકોટ હાઈવે રોડ પર આરોપી શરદભાઈ નવીનભાઈ પેશાવરીયા, દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

પટણીવાડમાં જુગાર રમતા સાત શખ્‍સો ઝડપાયા

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મેહુલભાઈ કાંતીલાલ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, પટણીવાડ માતમ પાસે ચોકમાં, જામનગરમાં આરોપી સોકતભાઈ ઓસમાણગરની ખતાઈ, મોહીનુદીન ઈસ્‍માઈલભાઈ પંજા, અબ્‍દુલભાઈ કાદરભાઈ કુરેશી, કાસીમ યુનુસભાઈ સોઢા, હાજીભાઈ નુરાભાઈ કુરેશી, નઝીર મહમદભાઈ કુરેશી, સફીક યાસીનભાઈ પંજા, જુગાર રમી રમાડી હારજીત કરી રોકડા રૂ.ર૭૯૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

નાગના રોડ પર જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા

સીટી બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નાગેશ્‍વર નાગના રોડ છેલ્લો ખાડો મોહનબાપા વાળી ગલી,જામનગરમાં આરોપી સુનીલ ઉર્ફે ડેવીડ ધીરૂભાઈ ડોણાસીયા, મોહનભાઈ ઉર્ફે મનો રાજાભાઈ ડોણાસીયા, સાગર ઉર્ફે દડક દુધાભાઈ ઢાપા, દિનેશ મનસુખભાઈ ડોણાસીયા, રમેશભાઈ નરશીભાઈ ઢાપા, વિજય ઉર્ફે ચેંભો નરશીભાઈ ગુજરીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.ર૧,પ૦૦/-તથા મોબાઈલ નંગ-૬, કિંમત રૂ.૧૯,૦૦૦/- મળી કુલ રૂ.૪૦,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:54 pm IST)