Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જેતલસરમાં સામાન્‍ય બાબતનો ખાર રાખી ચિંતનભાઇ જોષી પર છરીથી હુમલો

જાગૃતીનગરમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો હરેશ ચૌહાણ પકડાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૩:  જેતપુરના જેતલસર જંકશન ગામે  સામાન્‍ય બાબતનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો.

તાલુકાના જેતલસર જંકશન ગામે રહી મંડપ સર્વીસનો ધંધો કરતા ચિંતનભાઇ વિજયભાઇ જોષીના માતા-પિતા ત્રણેક માસ પહેલા બાપા સીતારામની મઢુલી પાસેથી પસાર થતા હતા ત્‍યારે આજ ગામમાં રહેતો જયેશ બટુકભાઇ ચૌહાણ ત્‍યાં ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના કહેતા તે બાબતનો ખાર રાખી ગઇકાલે ચિંતનભાઇ મઢુલી પાસે આવેલ ત્‍યારે બોલાચાલી કરી ગાળો આપેલ. ગાળો ન બોલવા કહેતા ઉશ્‍કેરાઇ જઇ જયેશે પોતાના ખીસ્‍સામાંથી છરી કાઢી બે ઘા ઝીંકી નાસી છુટેલ. ચિંતનભાઇને લોહી નીકળતી હાલતમાં ૧૦૮ મારફત ખાનગી હોસ્‍પીટલમાં ખસેડી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા તાલુકા પોલીસે તેની ફરીયાદ પરથી જયેશ ચૌહાણ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી કરેલ.

તેમજ શહેર પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન બાતમી આધારે ધોરાજી રોડ જાગૃતી નગર વિસ્‍તારમાં રેઇડ કરી મોબાઇલમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા હરેશ ઉર્ફે આઝાદ નાનજીભાઇ ચૌહાણને અને સોદો  યોગેન્‍દ્રસિંહ વાઘેલા (રહે. ગોંડલ)ને સાથે કરતો હોવાનું કબુલ કરતા પોલીસે હરેશને હોન્‍ડા રૂા. ૪,ર૦૦ તથા મોબાઇલ રૂા. ૧૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૪,ર૦૦ના મુદામાલ સાથે પકડી પાડી બન્ને વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. 

(4:32 pm IST)