Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોરબીમાં દિકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર.

ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું

મોરબી : મોરબીમાં દરેક પર્વ અને માનવીય જીવનના પ્રસંગોની લોક ઉપયોગી કાર્યો કરીને ઉજવણી કરવા માટે રોલ મોડેલ બનેલા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની વ્હાલસોયી પુત્રીનો આજે જન્મદિવસ હોવાની સાથે તેમની લગ્નની વર્ષગાંઠ હોવાથી આ બન્ને પ્રસંગોની યંગ ઇન્ડિયા ગ્રુપની આપવાના આનંદ હેઠળ સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેમણે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ ભેટમાં આપી ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવીને પોતાની લગ્નની વર્ષગાંઠ તેમજ પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની પ્રેમાળ દીકરી મનસ્વીનો આજે જન્મદિવસ છે. સાથેસાથે આજે જ દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ પણ છે. આથી પુત્રીના જન્મદિવસ અને પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિતે આજે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોના જીવન ધોરણ એટલે જીવનશેલીમાં સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી 200 બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ (સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્ટીક ,રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓ) ની કિટ તથા ૫૦૦ બાળકોને નવા ચપ્પલનું વિતરણ કરી તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી તેમની દીકરી માટે આશીર્વાદ મેળવી ધનીયતા અનુભવી હતી. તેમજ તેમના જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે તેવું તેમણે આહવાન કર્યું છે.

(11:08 pm IST)