Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સડક પીપળીયા ગામે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર બુઢાને અદાલતમાં રજૂ કરાયો :અદાલતે જેલ હવાલે કર્યો

પોલીસ તંત્ર દ્વારા તાકીદે અદાલત માં ચાર્જશીટ ફાઇલ કરવા કાર્યવાહી હાથ ધરી

ગોંડલ: ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં આવેલ આદિત્ય કારખાનાની ઓરડીમાં યુપીના બુઢાએ સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યુ હોય અને બીજી પાંચ વર્ષની બાળકી સાથે બિભત્સ અડપલા કર્યાની ઘટના એ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે ત્યારે તાલુકા પોલીસે ઘટનાની ગણતરીની કલાકોમાં જ આરોપી બુઢાને ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સડક પીપળીયા ગામે મજૂર કોલોનીમાં પુત્રી અને જમાઈ સાથે રહેતા પરપ્રાંતીય વૃદ્ધ સાલિકરામ રામસધાર કોળી (ઉ વ. 65 ) નામના શખ્સે પાડોશમાં રહેતા  પરિવારની પાંચ અને સાડા ત્રણ વર્ષની બાળકીઓ ને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે જ ગણતરીની કલાકોમાં જ આરોપી બુઢાને પોલીસે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી અને પીએસઆઇ એમ જે પરમારે બુઢા ને અદાલતમાં અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો પોલીસ તંત્ર દ્વારા તાકીદે અદાલત માં ચાર્જશીટ ફાઇલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

(11:12 pm IST)