Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોરબી, વાંકાનેર અને ટંકારામાં દારૂબંધીના લીરેલીરા: ઉડ્યા : 3 મહિલાઓ સહીત 8 આરોપીઓ ઝડપાયા

જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી, વાંકાનેર અને ટંકારામાં સરાજાહેર દેશી દારૂ વેંચતા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 પ્રથમ કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી રૂખીબેન રાજેશભાઇ સાતોલા  મોરબી-૨, ઈન્દીરાનગર મંગલમ વિસ્તાર જાહેરમાપોતાના કબ્જામા ગે.કા પાસ પરમીટ કે આઘાર વગર દેશી પીવાના દારૂ જેવુ પ્રવાહી ભરેલ આશરે ૨૫૦ મીલી ની પ્લા. ની કોથળી નંગ-૧૬ દારૂ લીટર-૦૪ કી.રૂ.૮૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. બીજા કિસ્સામાં મોરબીમાં આરોપી હસમુખ લાભુભાઇ કગથરા વેજીટેબલ રોડ લાભનગર સામે જાહેરમાં પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મી.લીની કોથળીઓ નંગ-૨૮ દારૂ લીટર-૦૭  કીંમત રૂપીયા.૧૪૦/- નો પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો.

(11:18 pm IST)