Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ભાવનગર જિલ્લામાં ડાયગ્નોસ્ટીક ક્લિનિકમાં CCTV કેમેરા મુકવા અને ત્રણ મહિના ડેટા સાચવવા અંગે તંત્રનું જાહેરનામું

જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં ચર્ચા વિચારણા બાદ દરખાસ્ત થતા જાહેરનામું

ભાવનગર : સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત થતા બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ કિલનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગેનુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતિય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૬/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

(10:20 am IST)