Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પોરબંદર જિલ્લા યુવા મોરચાના નવા હોદે્દારોની વરણીઃ પ્રમુખપદે લકકીરાજસિંહ

શહેર ભાજપના ૩ ઉપપ્રમુખો તથા મંત્રીની નિમણુંક

પોરબંદર તા. ર૩: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઇ ચાવડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ સાથે પરામર્શ કરી જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા જિલ્લા પ્રભારી મહેશભાઇ કસવાલા, પલ્લવીબેન ઠાકર સાથે સંકલન કરી પોરબંદર જિલ્લા યુવા મોરચાના યુવા મોરચાના જિલ્લા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લા યુવા મોરચામાં પ્રમુખપદે-લકકીરાજસિંહ ગીરીરાજસિંહ વાળા, ઉપપ્રમુખ-ભરતભાઇ રામાભાઇ ખૂંટી, હિતેશભાઇ રામજીભાઇ ખોરાવા, હાર્દિકભાઇ જયકાંતભાઇ રાજા તથા મયુરભાઇ ભાનુશંકરભાઇ જોશી, મહામંત્રી-જગયદીશભાઇ અરશીભાઇ બાપોદરા તથા રામભાઇ નાગાભાઇ કુછડિયા, મંત્રીઓ-કિરીટભાઇ અભુભાઇ બાપોદરા, યોગેશભાઇ જાદવભાઇ ગોહેલ, જયભાઇ રમેશભાઇ કકકડ, અર્જુનભાઇ જેઠાભાઇ મકવાણા, સુનીલભાઇ રમેશભાઇ ખોખરી અને ખજાનચી પદે-સ્મિતભાઇ ઉમેશભાઇ જોગીયા તથા કાર્યાલય મંત્રી-રાજભાઇ ભરતભાઇ પોપટની વરણી કરાય છે.

શહેર ભાજપના ઉપપ્રમુખો તરીકે અસ્વીનભાઇ વરવાડીયા, વિજયભાઇ વડુકર, તથા વિપુલભાઇ વ્યાસ તેમજ મંત્રીપદે શૈલેષભાઇ ગોહેલની નિમણુંક કરવામાં આવી છે.

(11:35 am IST)