Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

તળાજા બેન્કમાંથી ખેડૂતને મળી બે હજારની ડુપ્લીકેટ નોટ

ભાવનગર, તા.૨૩ : તળાજા ખાતે ચામુંડા બુક સ્ટોલના નામે સ્ટેશનરીનો વ્યવસાય કરતા અને ધારડી ગામના ખેડૂત દ્વારા તળાજાની રાષ્ટ્રીય કૃત બેંકમાંથી ગતતા.૧૬ ના રોજ અઢારલાખ જેવી માતબર રકમ ઉપડવામાં આવી હતી.જેમાંની અમુક રકમ બેંક પાસેથી લીધેલ લોન પેટે ચુકવવામાં આવી હતી.લોન ચૂકવતા બચેલી રકમ ખેડુત બાલાભાઈ અરજણભાઈ કુચા અને તેના પરિવારના સંજયભાઈ ઘરે લઈ આવ્યા હતા.

ખેડૂત પરિવારના કિરણભાઈ એ જણાવ્યું હતુંકે સુરત ખાતે અમુક રકમ મોકલવાની હોય આંગડીયા પેઢીમાં દેવા ગયા હતા.એ સમયે આંગડિયા પેઢી દ્વારા નોટની ચકાસણી કરતા મશીન દ્વારા નોટ ડુપ્લીકેટ હોવાનું જાણવા મળેલ.આથી નોટ ની જાતે ખરાઈ કરતા ખરેખર નોટ નકલી જ હોવાનું સાબિત થયેલ.તેમ ખેડૂતનો દાવો છે.

આથી રાષ્ટ્રીય કૃત બેંકની કૃષિ શાખાનો સંપર્ક કરવામાં આવેલ હતો.જેમાં બેંક મેનેજરને ફરિયાદ કરીહતી.એ સમયે બેંક દ્વારા પાંચ દિવસ વીતી ગયા હોય નોટ અને બેંકની જવાબદારી સ્વીકારવાનીના ભણી દીધી હતી.

આ ઘટના ને લઈ બેંક મેનેજર એ પ્રારંભિક તબક્કે વાત કરવાનીના ભણી દીધી હતી.બાદમાં મેનેજરના મોબાઈલનંબર પર વાત કરતા મેનેજર તૌહિત એ જણાવ્યું હતું કે નિયમ એવો છેકે કેશ કાઉન્ટર છોડતા પહેલા ગ્રાહક એ ફરિયાદ કરવી જોઈએ.તો તે સમયે સીસીટીવી કેમેરા ચેક કરી વાતનું નિરાકરણ લાવી શકાય.ગ્રાહક પાંચ દિવસે આવે તે કાયદેસર બાબત નથી.

 બેંક ના વલણ ને લઈ ગ્રાહકો ના મનમાં સવાલ ઉદભવી રહ્યા છેકે બેંક દ્વારા નોટોની ખરાઈ કર્યા બાદ જ સ્વીકારવામાં આવે છે તો રાષ્ટ્રીય કૃત બેંકમાંથી ડુપ્લીકેટ નોટ નીકળી કંઈ રીતે ?

નોંધનીય છેકે ભૂતકાળ માં ભાવનગર જિલ્લા પોલિસ દ્વારા નકલી નોટ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.તે સમયે સહકારી બેંક ના કર્મચારી ની સંડોવણી બહાર આવી હતી.તળાજાની બેંક માંથી ડુપ્લીકેટ નોટ મળ્યા નો ગ્રાહકનો દાવો છે ત્યારે રાજયની તપાસ નિસ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ.

(11:41 am IST)