Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર ચાર આખલાઓ વચ્ચે ધમાસાણ યુધ્ધ સર્જાયું

સ્ટેશનરીની દુકાન બાઇક ઓટો રીક્ષા સહિતના વાહનોને અડફેટે લીધા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૩ :  ગોંડલના સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગુંદાળા રોડ પર સાંજના સુમારે ચાર આખલાઓ વચ્ચે ધમાસાણ યુદ્ઘ સર્જાતા લોકોના જીવ પડીકે બંધાયા હતા કેટલાક હિંમતવાન યુવાનોએ લાકડી અને પાણીનો છંટકાવ કરી આખલાઓને છૂટા પાડયા હતા પરંતુ આ દરમિયાન આખલાઓએ સ્ટેશનરીની દુકાન, રીક્ષા, બાઇક સહિતના વાહનોને ઢીકે ચડાવ્યા હતા સદનસીબે જાનહાનિ ટળી હતી.શહેરના ગુંદાળા રોડ પર આવેલ પરમેશ્વર બુક સ્ટોર અને શ્રીજી એલ્યુમિનિયમ દુકાનની સામે અચાનક જ ચાર આખલાઓ વચ્ચે ધમાસાણ યુદ્ઘ સર્જાઈ જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી જોતજોતામાં જ આ આખલાઓ યુદ્ઘ કરતા કરતા પરમેશ્વર બુક સ્ટોરમાં દ્યૂસી ગયા હતા જયાં બૂક સ્ટોરનું કાઉન્ટર બેન્ચ બાઈક ને નુકસાન પહોંચાડી બાજુમાં ઊભેલી ઓટો રીક્ષા માં અથડાયા હતા કેટલાક હિંમતવાન યુવાનો લાકડી લઇ યુદ્ઘ કરતા આખલાઓ ને છોડાવવા પહોંચ્યા હતા તો કેટલાક લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓ નો ક્રોધ શાંત કરવાની કોશિશ કરી હતીઅત્રે ઉલ્લેખનીય છે કે નવા સ્કૂલ સત્ર શરૂ થયા છે નાના ભૂલકાઓ અને વાલીઓની સ્ટેશનરીની દુકાને લાઈન લાગતી હોય છે સધ્નસીબે ઉપરોકત સ્ટેશનરીની દુકાને નાના ભૂલકાઓ કે મહિલાઓ હાજર ન હતા જાનહાનિ ટળી હતી પાલિકા તંત્ર દ્વારા આખલાઓ અંગે તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી.

(11:42 am IST)