Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ડોળી વાળા તેમજ તેડાંઘર ૧૦૪ પરિવારો રાશન કીટ

જૂનાગઢ : જૂનાગઢ ની જાણીતી એવી સંશ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગિરનાર પર્વત પર ડોળી અને તેડાં ઘરના ૧૦૪ પરિવારોની હાલ કોરોનાની મહમારી તેમજ લોકડાઉંનની પરીસ્થિતિ દરમ્યાન તેમના આજીવિકા માટેનું બીજું કોઈ  સાધન ન હોઈ  ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશ ભાઈ બાવળીયા દ્વારા રજુઆત કરતા  સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાશનકીટ જેમાં ઘઉં ચોખા ખીચડી ચટણી હળધર મીઠું ચણાની દાલ તેલ બે બોટલ સહિત ૧૦૪ પરિવારો નેએક લાખ રૂપિયાની રાશન કીટ વિતરણ કરાઈ હતી. આ સેવા યજ્ઞમાં સંશ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, અસ્વીનભાઈ મેહતા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોષી પ્રજ્ઞેશભાઈ વાજા ઉપસ્થિત રહેલ  આ સેવા યજ્ઞને સફળ બનાવા માટે ડોળી એસો. પ્રમુખ રમેશભાઈ બાવળીયા, ભીમભાઈ ભારાઇ, કિશોરભાઈ રાખસીયા, મનસુખભાઇ ગોહેલ, દાસાભાઈ હુણ, રાજાભાઈ કટારા, વિગેરે લોકો એ જહેમત ઉઠાવેલ.

(12:59 pm IST)