Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમરેલી જીલ્લામાં જુદી-જુદી જગ્યાએ દરોડાઃ જૂગાર રમતા ૪૧૮ ની ૧૪.૭ર લાખના મુદામાલ સાથે ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :.. ગુજરાત રાજયના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ રાજયમાંથી દારૂ - જૂગારની બદી દુર કરવા પ્રોહી જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય. ભાવનગર રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશન તથા જૂગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું. છેલ્લા ૬ દિવસ દરમ્યાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જૂગાર રમતા શખ્સો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઇડો કરી, જુગારીઓને પકડી પાડી, તેમની સામે જૂગારધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવી જૂગાર રમતા શખ્સો ઉપર સફળ રેઇડ કરી, જૂગાર ધારા હેઠળ કુલ ૭ર કેસો શોધી કાઢવામાં આવેલ છે અને આ રેઇડો દરમ્યાન કુલ ૪૧૮ જૂગારીઓને જુગાર રમતા પકડી પાડવામાં આવેલ છે. અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જૂગાર રમતા શખ્સો પાસેથી કુલ રોકડા રૂ. ૭,૭ર,પ૬૦ તથા જૂગાર રમવાના સ્થળે આવવા જવા માટે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ નંગ ૧ર, કિ. ૩,૧૭,૦૦૦ તથા ફોર વ્હીલ કાર નં. ૧, કિં. ર,પ૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નં. ૩ર કિ. ૧,૩ર,પ૦૦ તથા  જુગારના અન્ય સાધનો મળી કુલ કિ. ૧૪,૭ર,૪૧૦ નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે. આમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં ભીમ અગીયારસના તહેવાર સહિત છેલ્લા ૭ દિવસમાં જૂગાર રમતા જૂગારીઓ સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

બાબરા પંથકમાં ર૭ ઝડપાયા

બાબરા પંથકમાં તહેવારીયો જૂગાર રમતા ર૭ શખ્સોને પાંચ મોબાઇલ અને રોકડ મળી રૂ. ૯પ૬પ૦ ના મુદામાલ સાથે પીઆઇ ડી. વી. પ્રસાદ અને પોલીસ સ્ટાફે ઝડપી પાડયા હતાં. બાબરા અનમોલ પાર્કમાં રહેતા હસમુખ રવજી લાડોલા, કૃષ્ણકુમાર કાંતી કાનાણી સહિત ૬ શખ્સોને પાંચ મોબાઇલ રૂ. રર હજાર, રોકડા ૧૪૮પ૦ મળી કુલ રૂ. ૩૬૮પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. કલોરાણા ગામે ભરત છના ઝાપડીયા, રમેશ નાથા ઝાપડીયા સહિત ૮ શખ્સોને રૂ. ૩ર,૭૬૦ ના મુદામાલ સાથે  ઝડપી પાડયા હતાં. થોરખાણમાં ભરત વિરજી બાવળીયા, ઇરફાન રહીમ ચૌહાણ સહિત ૬ શખ્સોને રોકડ રૂ. ૧ર,૩૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

(1:02 pm IST)