Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગરનાં નપાણીયા ખીજડીયામાં જમીનના ભાગ મુદે પિતાને પુત્રની ખૂનની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ધનજીભાઈ દામજીભાઈ ફળદુ, ઉ.વ.૬૮, રે.નપાણીયા ખીજડીયા, તા.કાલાવડ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૧ના ફરીયાદી ધનજીભાઈ તથા આરોપી નાગજીભાઈ ધનજીભાઈ ફળદુ પિતા–પુત્ર થતા હોય આરોપી નાગજીભાઈએ ફરીયાદી ધનજીભાઈને ખેતીની જમીનના ભાગ બાબતે ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

પીપળીયા ગામના પાટીયા પાસે જુગાર રમતા છ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિન્દ્રસિંહ રાજનસિંહ જાડેજા  એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૦ર૧ના નગરપીપળીયા ગામના પાટીયા પાસે, ખરાબામાં ઝાડ નીચે આ કામના આરોપીઓ સંજયભાઈ ગોરધનભાઈ જેસડીયા, ભીખાભાઈ ઈશાભાઈ હોથી, ફીરોજભાઈ ગુલાબભાઈ હોથી, ચેતનભાઈ લાખાભાઈ પાંભર, હાજીભાઈ સુલેમાનભાઈ હોથી, હનીફભાઈ અલ્લારખાભાઈ હોથી, રે. આણંદ પર ગામવાળા ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૩૬૩૦/– તથા પટમાંથી રોકડા રૂ.૪૮૦/– અને એક મોટરસાયકલ જેની કિંમત રૂ. ૧પ,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–ર જેની કિંમત રૂ.૪૦૦૦/– મળી કુલ રૂ.૩૩૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નહેરના કાંઠા પાસે દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૧ના નહેરના કાંઠા પાસે જાહેર રોડ, જામનગરમાં આરોપી ભીખુ ઉર્ફે ભરત તીડી અમૃતલાલ માવ, રે. જામનગર વાળો પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની કાચની બોટલ એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. ફોર સેલ ઈન હરીયાણા ઓનલી લખેલ બોટલમાં ૬૦૦ એમ.એલ. દારૂની બોટલ જેની કિંમત રૂ.૩૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુ સાથે  બે ઝડપાયા

કાલવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા, એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૬–ર૧ના લક્ષ્મીપુર ગોલણીયા ચોકડી રોડ ઉપર આ કામના આરોપી ડ્રાઈવર અરવિંદભાઈ ઉર્ફે કાળુ દેવશીભાઈ મકવાણા તથા કલીનર સુનિલભાઈ ઉર્ફે ભાણો મુકેશભાઈ વાઘેલા રે. જેતપુર વાળાએ પાસ પરમીટ કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર પોતાના કબ્જા ભોગવટાની આઈસર ટ્રક નં. જી.જે.૧૪–એકસ–૮૬૪૮, કિંમત રૂ.૪,૦૦,૦૦૦/– ના પાછળના ઠાઠાના ભાગે આઠ(૦૮) ગાયો, કિંમત રૂ.ર,૦૦,૦૦૦/– ને ક્રુરતા પૂર્વક ટુંકા દોરડાથી ગળુ ટુપાય તે રીતે દયનીય હાલતમાં બાંધી તમામ ગાયો અપુરતી જગ્યાના કારણે હલન ચલન ન કરી શકે તે રીતે રાખી આઈસર ટ્રકના ઠાઠાના  તળીયાના ભાગે રેતી માટી કે અન્ય કોઈ પદાર્થ ન પાથરી તમામ ગાયોને ઘાસચારા કે પાણી મળી રહે તેવી કોઈ વ્યવસ્થા ન રાખી તમામ ગાયો ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાને લઈ જતા મોબાઈલ નંગ–૩ કિંમત રૂ.૮,પ૦૦/– મળી કુલ મુદામાલ કિંમત રૂ.૬,૮,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ઉછીના લીધેલ પૈસા પરત માંગતા માર માર્યો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અફજલ મહમદ હનીફ સમા, ઉ.વ.રપ, રે. કાલાવડ નાકા બહાર હાપા રોડ, મકવાણા સોસાયટી જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૬–ર૧ના ફરીયાદી અફજલ એ આરોપી સર્ફરાજ મુબારક બાદશાહ ઉર્ફે જર્મન રે. જામનગરવાળાને અગાઉ ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા આરોપી સર્ફરાજ એ ફરીયાદી અફજલને ભુંડી ગાળો આપી લાકડાના ધોકા વડે જમણા હાથની કોણીમાં ફેકચર કરી વાસાના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દિપક ટોકીઝ પાસે દારૂની બોટલ સાથે બે ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૬–ર૧ના દિપક ટોકીઝ પાસે, જાહેર રોડ પર, જામનગરમાં આ કામના આરોપીઓ રાજેશભાઈ સોમાભાઈ જોડ, મહેશભાઈ ખિમજીભાઈ જોડ, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/–ની રાખી ઝડપાઈ ગયેલ છે.

(1:06 pm IST)