Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પોરબંદર-છાંયા નગરપાલિકાના ચીફ ઓફીસર હેમંતભાઇ બી. પટેલનું રાજીનામુ મંજૂર

દોઢ માસ પહેલા અંગત કારણસર રાજીનામુ ધરી દીધુ હતુ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાના ચીફ ઓફીસર હેમતભાઇ બી. પટેલનું રાજીનામુ મંજૂર કરવામાં આવ્યું છે.

દોઢ માસ પહેલા ચીફ ઓફીસર, હેમતભાઇ બી. પટેલે તેના અંગત કારણસર ચીફ ઓફીસરપદેથી રાજીનામું ધરી દીધુ હતું ત્યાર પછી રાજય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિનંતીથી તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે.

નગરપાલિકામાં થોડા સમય પહેલા ખોટા બીલો અને અધુરા કામમાં સહી માટે દબાણની ચર્ચા ઉઠી હતી. જો કે હેમતભાઇ પટેલના રાજીનામા પત્રમાં આવો કોઇ ઉલ્લેખ નથી તેમણે રાજીનામુ આપવા પાછળ બીમારીનું કારણ બતાવ્યું છે. (પ-૧૬)

પોરબંદર જિલ્લાના ૪ મોટા ઉદ્યોગોમાંથી એક ઉદ્યોગ હાલક ડોલક (પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૩ : જિલ્લાની જીવાદોરી સમાન ૪ મોટા ઉદ્યોગોમાંથી એક ઉદ્યોગની સ્થિતિ હાલક ડોલક થવા લાગી છે. કોરોનાનું સંકટ આવતા આ ઉદ્યોગ ગમે ત્યારે બંધ થાય તેવી સંભાવના અંગે ચર્ચા થઇ રહી છે. આ ઉદ્યોગ બંધ થાય તો બે હજારથી અઢી હજાર કામદારો બેરોજગાર બનશે.

હાલ હાલક-ડોલક થઇ રહેલ આ ઉદ્યોગમાંથી થોડા સમય પહેલા કેટલાક રોજમદારોને છુટા કરવામાં આવ્યા હતા. આ ઉદ્યોગના કાયમી કામદારો ઉપર રોજમદારો કોન્ટ્રાકટના કામદારો તેમજ ઉદ્યોગ સાથે સંકળાયેલ અન્ય નાના ઉદ્યોગના કામ ઉપર અસર થાય તેવી સંભાવના છે. બીજી બાજુ ઇન્સ્પેકટર રાજની વધતી જોહુકમીથી અન્ય નાના ઉદ્યોગોની મુશ્કેલી પણ વધતી જાય છે.

શહેરનો ૫૦ ટકા વેપાર આ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. નબળી રાજકીય નેતાગીરીને કારણે શહેરનો ઉદ્યોગ વિકાસ થવાને બદલે કેટલાક ઉદ્યોગ બંધ થવાની આરે છે. સરકાર દ્વારા ઉદ્યોગો માટે નવી પ્રોત્સાહન નીતિ અપનાવાય તેવું પ્રજા ઇચ્છી રહી છે.(

(1:33 pm IST)