Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

આંબલગઢ મોટાકોટડા અને ધુંબાળા ગામમાં જુગાર રમતા ૧૬ શખ્સો ઝબ્બે

મટીયાણા ગામે જુગાર રમવા જવાની ના પાડતા પતિએ પત્નીને મારી

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : જુનાગઢ જિલ્લાના મોટાકોટડા અને ધુંબાળા ગામમાં જુગાર રમતા ૧૬ શખ્સોને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે પોલીસે દરોડો પાડીને ૮ જણાને જાહેરમાં રૂ.૧૧પ૩૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

તેમજ બીલખા નજીકના ધુંબાળા ગામે જાહેરમાં જુગાર ખેલના આઠ ઇસમોની રૂ.૧૪૩૭૦ના મુદામાલ સાથે ધરપકડ  કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત માળીયાના આંબલગઢગામે પીએસઆઇ દતાએ ૬ જુગારીને રૂ.૮ર,ર૭૦ સાથે પકડી પાડયા હતા.

જયારે માણાવદરનાં મટીયાણા ગામના રમેશ રતિભાઇ સોલંકીને પત્ની કંચન ઉર્ફે નીતાએ જુગાર રમવા જવાની ના પાડતા તેણીને લાકડી વડે માર માર્યાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

(1:37 pm IST)