Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જુનાગઢમાં ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો

જુનાગઢ : ભારતમીલના ઢોરે રહેતો સોકતમીયા  કાસમમીયા બુખારી સૈયદ (ઉ.વ.૪ર) ધંધો રિક્ષા ડ્રાઇવર અતુલ ઓટો રીક્ષા નં.જીજે૦૭-એટી-૩૭૯૧માં ગાંજો લઇને તોરણીયા ગામથી ખડીયા તરફ પસાર થનાર છે જે બાતમી આધારે એસઓજી ટીમ બાતમીવાળી જગ્યા ઉપર વોચમાં રહી હકિકત આધારે વનસ્પતી જેવો નશીલો પદાર્થ ગાંજો ૭૪૬૦ કિ.ગ્રા. જેની કિં.૭૪,૬૦૦ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિ. રૂ.ર૦૦૩૬૦ના મુદામાલ સાથે મળી આવતા મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.સી. એકટમ કલમ ૮ (સી), ર૦ (બી), ર૯ મુજબ ગુનો રજી. કરાવી અને આગળની કાર્યવાહી માટે તાલુકા પો. સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.

એસ.ઓ.જી.ના પો. ઇન્સ્. એચ.આઇ. ભાટી તથા પ્રો. પ્રો. ઇન્સ. આર.પી.પટેલ પો. સબ. ઇન્સ. જે.એમ.વાળા એમ.જે. કોડીયાતર તથા એએસઆઇ એમ.વી. કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો. હેડ કોન્સ. સામતભાઇ બારીયા, દિપકભાઇ જાની, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, અનિરૂધ્ધસિંહ વાંક, બાબુભાઇ કોડીયાતર તથા પો. કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજસિંહ વાળા, જયેશભાઇ બકોત્રા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:38 pm IST)