Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જુનાગઢના નવા ડીડીઓ પ્રવીણ ચૌધરીએ અમદાવાદ કોર્પો.માં ચાર્જ સંભાળ્યો

નવા ડીડીઓ શુક્રવારે હાજર થશે

  • (વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : જુનાગઢથી બદલી પામેલા ડીડીઓ પ્રવિણ ચૌધરી આજે સવારે અમદાવાદ ખાતે ડીએમસીનો ચાર્જ સંભાળી નવી ફરજનાં શ્રીગણેશ કરેલ. જયારે જુનાગઢના નવા ડીડીઓ મીરાંત પરીખ શુક્રવારે હાજર થશે.

તાજેતરમાં જુનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીની જામનગર કલેકટર તરીકે  તથા ડીડીઓ પ્રવીણ ચૌધરીની અમદાવાદ કોર્પોરેશન અને મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાની બોટાદ કલેકટર તરીકે બાદ થયેલ.

જેમાં ડીડીઓ પ્રવિણ ચૌધરીએ આજે અમદાવાદ ખાતે  કોર્પોરેશનમાં ડે. મ્યુનિ. કમિશ્નરનો ચાર્જ સંભાળી લીધો છે. જયારે તેમની જગ્યાએ કપડવંજ આસી. કલેકટર મીરાંત પરીખ જુનાગઢ ડીડીઓનો શુક્રવારે ચાર્જ સંભાળશે.

મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા આજે બોટાદ કલેકટરનો ચાર્જ સંભાળશે અને તેમની જગ્યાએ આવેલા પોરબંદરનાં અધિક કલેકટર આર.એમ.તન્ના સવારે હાજર થયા હોવાનું જાણવા મળેલ છે.

(1:48 pm IST)