Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગોંડલ-રાજકોટ હાઈવે ઉપરના બિલીયાળાથી ભુણાવા સુધી ધોધમાર વરસાદઃ જૂનાગઢમાં ઝાપટાઃ અન્‍યત્ર ધૂપ-છાંવ

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે અને ધૂપ-છાંવની સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે.

આવા વાતાવરણ વચ્‍ચે આજે બપોરે ૨ વાગ્‍યા આસપાસ ગોંડલ-રાજકોટ હાઈવે ઉપરના બિલીયાળાથી ભુણાવા સુધી ધોધમાર વરસાદ પડયો હતો.

જ્‍યારે જૂનાગઢમાં વરસાદી ઝાપટા વરસ્‍યા હતા. અન્‍યત્ર ધૂપ-છાંવ યથાવત છે

 

(4:25 pm IST)