Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજુલાની પડતર રેલ્‍વે જમીન પર ગાર્ડન બનાવવાની મંજુરી આપવા પોરબંદર જીલ્‍લા કોંગ્રેસ સમિતિના આગેવાનો

કેન્‍દ્રીય રેલ્‍વેમંત્રીને નાથાભાઇ ઓડેદરા સહિતના આગેવાનો દ્વારા લેખીત રજુઆત

પોરબંદર :: આ રજુઆતમાં જણાવેલ છે કે અમરેલી જીલ્લામાં (ગુજરાત રાજય) જયારે નેરોગેજ રેલ્વી હતી ત્યારે નેરોગેજ માટેનું રેલ્વે સ્ટેશન હતું. અત્યારે નેરોગેજ રેલ્વે બંધ થઈ ગઈ છે. અને રેલ્વે'માટે આ જમીન સંપુર્ણપણે બીનઉચ્યોગી છે. અને અઢીં ગંદકી ખુબ જ થતી હોય છે.

આથી અગાઉ રાજુલા નગરપાલિકા અને રેલ્વે વચ્ચે એમ.ઓ.યુ. સાઈન થયેલ હતા તેનાંભાગરૂપે રાજુલા નગરપાલિકાએ આ જમીન ઉપર બગીથો બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ રાજકીયદબાણ હેઠળ એમ.ઓ.યુ. સાઈન થયેલ હોવા છતાં રેલ્વે સતાવાળાઓએ એકાએક કામ બંધ કરાવ્યુ છે.

બગીચાનું કામ શરૂ કરવા માટે રાજુલાના ધારાસભ્યશ્રી અમરિશભાઈ ડેર ૯ દિવસથી ઉપવાસ ઉપર છે. અમરિશભાઈના સમર્થનમાં ભાજપના આગેવાનો પણ ખુલામાં બહા૨ આવ્યા છે.

લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધીનો અવાજ સાંભળવો અને તેનો તાત્કાલીક અને અગ્રતાના ધોરણે ઉકેલ લઈ આવવાની આઝાદીના સમયની ચાલતી આવેલી તંદુરસ્ત પ્રણાલીકાઓનો ભંગ સરકાર કરી રહી છે.

ધારાસભ્યના ઉપવાસ જેવા કઠોર આંદોલનથી પણ ઉકેલ ન મળતો હોય તે લોકશાહી માટે ચિંતાનો વિષય છે. આ આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરે એ'પહેલાં ઉકેલ લઈ આવીને એમ.ઓ.યુ. મુજબ બગીચો બનાવવાની પરવાનગી આપવા વિનંતી છે.

અમાચ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને તેને માટે ઉભી થનારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની જવાબદારી રેલ્વે વિભાગની રહેશે,તેમ અંતમાં જણાવેલ છે.

(10:03 pm IST)