Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબીના વિદ્યુતનગર ઢાળિયા પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં ઢાળિયા પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

  મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિદ્યુતનગર ઢાળિયા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રાજન પ્રકાશ ચબાડ, તુલસી ઉર્ફે કાનો રમેશ ઉપસરીયા, દેવા રાવળદેવ, રાહુલ રાવળદેવ અને મેહુલ ત્રિભોવન સનુરા (રહે બધા મોરબી-૨ ) ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૨૬૦ જપ્ત કરી છે

(12:54 am IST)