Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજીના સ્મૃતિ દિન નિમિતે રોપા વિતરણ કરાયું

રોપા મેળવવા માટે મોટી સંખ્યામાં નાગરિકો પહોંચ્યા હતા

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિતે આજે મોરબી જીલ્લા ભાજપ દ્વારા રોપા વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી રોપા મેળવવા માટે મોટી સંખ્યામાં નાગરિકો પહોંચ્યા હતા જ્યાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો  

 મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે વૃક્ષોના વાવેતર માટે લોકજાગૃતિ કેળવાય તેવા હેતુથી જીલ્લા ભાજપ કાર્યાલય નવા બસ સ્ટેન્ડ સામે સુપર માર્કેટ પાસે વિનામૂલ્યે વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષોના રોપા વિતરણનો લાભ લઈને તેનું કાળજીપૂર્વક જતન કરી પર્યાવરણનું રક્ષણ કરવા માટે લોકોમાં પણ ભારે જગૃતિ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

(12:59 am IST)