Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જસદણ ન્‍યાયાલયમાં યોગ દિવસની ઉજવણી

(વિજય વસાણી દ્વારા) આટકોટ :  આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સિવિલ કોર્ટ જસદણ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ જેમાં એ.પી.પી. અને એડવોકેટ તેમજ કોર્ટના કર્મચારીઓએ ભાગ લીધો હતો.  આ તબક્કે જસદણ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન પી.એન.નવીન અને એડિશનલ સિવિલ જજ  વી.એ ઠક્કર સાહેબે યોગ અને તેના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. આ તબક્કે જસદણ બારના ઉપપ્રમુખ વાય.એલ.દલાલ અને કારોબારી સભ્‍ય રશ્‍મિભાઈ શેઠ, જાગેશભાઈ મણિયાર, આર.એસ. નાગાણી, મિતુલભાઈ ગઢવી, મનુભાઈ દાફડા, પિયુષભાઈ ખોખર, કેતનભાઈ ચૌહાણ, નદીમભાઈ ધંધુકિયા, વગેરે એડવોકેટોએ ભાગ લીધેલ હતો. આ યોગ શિબિરનું આયોજન જસદણ ન્‍યાયાલયના લીગલ સર્વિસ કમિટીના એડવોકેટ પ્રકાશ પ્રજાપતિએ કર્યુ હતુ.

(10:31 am IST)