Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભુજમાં કોરોનાના ૪ કેસ : કચ્‍છમાં ૧૮ એક્‍ટિવ દર્દીઓ સાથે સંક્રમણ વધ્‍યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કોરોના ગયો અને ફરી આવ્‍યો એવી ચર્ચા વચ્‍ચે કચ્‍છ જિલ્લામાં સતત બે દિવસમાં ૮ નવા દર્દીઓ નોંધાયા છે.

પરમ દિ' ગાંધીધામમાં ૪ અને હવે ગઈ કાલે ભુજમાં ૪ મળી અત્‍યાર સુધીના એક્‍ટિવ દર્દીઓ વધીને ૧૮ થયા છે. કોરોનાના કેસો વધતાં ફરી એક વખત લોકોમાં ચિંતા દેખાઈ રહી છે.

જોકે, બીજી બાજુ માસ્‍ક અને રસીકરણ તરફ લોકોની ઉદાસીનતા જોવા મળી રહી છે.

(10:45 am IST)