Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગિરનાર ઉપર વહેલી સવારે જોરદાર આંધી સાથે વરસાદ

વિપરીત વાતાવરણમાં પણ યાત્રિકોએ યાત્રા શરૂ રાખી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : જૂનાગઢના ગિરના પર્વત ખાતે આજે વહેલી સવારે જોરદાર આંધી સાથે વરસાદનું આગમન થયું હતું.

આજે સોરઠ સહિતનાં વિસ્‍તારોનાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર વહેલી સવારના તોફાની પવનની આંધી ફુંકાઇ હતી. જે સાથે વરસાદનું પણ આગમન થયુ હતું.

વિપરીત વાતાવરણ અને જોરદાર પવનની પરવા કર્યા વગર યાત્રિકોએ તેમની યાત્રા શરૂ રાખી હતી.

ગિરનાર ઉપર આંધીને લઇ ધંધાર્થીઓ સહિતના લોકો મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(11:20 am IST)