Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જામજોધપુરમાં યોગ દિવસની ઉજવણી

જામજોધપુરઃ નગરપાલિકા સંચાલિત કન્‍યા વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના મહિલા કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના ચેરમેન, શાળાના આચાર્ય, સ્‍ટાફ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહી હતી. અને વિવિધ યોગાસનો કરાયા હતાં તે તસવીરો નજરે પડે છે.(તસ્‍વીર-અહેવાલઃ દર્શન મકવાણાઃ જામજોધપુર)

(11:45 am IST)